વિજય હજારે ટ્રોફિમાં મુનાફ પટેલે હોબાળો મચાવ્યો

admin
1 Min Read

વડોદરા શહેરના મોતીબાગ ખાતે ચાલી રહેલી વિજય હજારે ક્રિકેટ ટ્રોફિ મેચમાં લન્ચ સમયે પૂર્વ ભારતીય બોલર અને બી.સી.એ.ના મેન્ટર તરીકે કામ કરતા મુનાફ પટેલ અને ટ્રેનર તરીકે કામ કરતા ફૈઝલ ખાને મંગાવેલ ભોજન ન આવતા હોબાળો મચાવ્યો હતો. તેમણે કેટરિંગના વેઈટરો પાસે બોઈલ વેજીટેબલની માંગણી કરી હતી. પરંતુ કેટરિંગના વેઈટરોએ તે ભોજન ન હોવાનું જણાવતા તેમણે હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે વેઈટરોએ પણ મુનાફ પટેલ અને ફૈઝલ ખાનને વળતો જવાબ આપી દિધો હતો. આમ સામાન્ય બાબત વિકરાળ સ્વરુપ લે તે પહેલા બરોડા ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશો મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. આ બાબતે બીસીએના મીડિયા કમિટીના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, જે મેનું નક્કી કરવામાં આવે છે તે પ્રમાણે જ ભોજન આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે દરેક વસ્તું મેદાન પર સ્ટોકમાં હોય એ જરુરી નથી. આ જે બનાવ બન્યો તે ખૂબ જ સામાન્ય છે જો તેઓએ અગાઉથી જાણ કરી હોત તો તેમને ભોજનમાં ભાવતું ભોજન પિરસ્વામાં આવતું.

Share This Article