પંડ્યાના ખબર પૂછવા નીતા અંબાણી પહોંચ્યા લંડન

admin
1 Min Read

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળતા પૂર્વક સર્જરી થઈ ગઈ છે જે બાદ તે પોતાની દરેક અપડેટ્સ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છે. હાલમાં જ તેણે બેબી સ્ટેપ અને વ્હીલ ચેરમાં પોતાનો વિડિયો શેર ક્રયો હતો જે બાદ તેણે વધુ એક પોસ્ટ કરી છે. જેમાં તે ભારતના ધનિક અને બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી સાથે જોવા મળી રહ્યો છે. નીતા અંબાણી હાર્દિક પંડ્યાના ખબર અંતર પૂછવા માટે લંડનની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જે બાદ હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેની જાણકારી આપતા તેણે કેપશનમાં લખ્યું હતું કે, લંડનમાં મને મળવા આવવા માટે આપનો આભાર ભાભી, તમારી શુભકામનાઓ અને તમારી પોઝિટિવ વાતો મારા માટે ખૂબ જ મહત્વની છે. તમે હંમેશા મને મોટિવેશન આપો છો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા આઈ.પી.એલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વતી રમી રહ્યો છે. અને ટીમની માલ્કિન નીતા અંબાણી છે. અને તેમણે પોતાની ટીમમાં ઘણા યંગ પ્લેયરને પ્લેટફોર્મ પૂરુ પાડ્યું છે જેના કારણે પંડ્યાની જેમ અન્ય ખિલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

Share This Article