અગ્રવાલે સતત બીજી મેચમાં સેન્ચ્યુરી ફટકારી

admin
1 Min Read

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટમાં કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 273 રન કર્યા છે. ઓપનર મયંક અગ્રવાલે પહેલી ટેસ્ટ જેવું જ બીજી ટેસ્ટમાં ફોર્મ જાળવી રાખ્યું  હતું અને 195 બોલમાં 108 રન ફટકારીને આઉટ થયો હતો. તેણે બીજી ટેસ્ટમાં પોતાના કરિયરની બીજી સદી ફટકારી છે. તેની સાથે જ તે બીજો ભારતીય ખિલાડી બની ગયો છે. મહત્વનું છે કે પહેલા દિવસે અગ્રવાલ અને રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ પણ અડધી સેન્ચ્યુરી ફટકારી હતી. આ સાથે જ પુજારાએ તેના કરીયરની 22મી હાફ સેન્ચ્યુરી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલીએ પોતાના કરિયરની 23મી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. બીજી ટેસ્ટમાં રોહિત શર્મા પાસે લોકોને ઘણી આશા હતી પરંતુ રોહિત શર્મા બીજી ટેસ્ટમાં ખાસ કંઈ કરી શક્યો નથી.

Share This Article