ડેલ સ્ટેઈન બિગ બેશની લીગમાં મળશે જોવા

admin
1 Min Read

દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેઈલ સ્ટેઈન આગામી બિગ બેશની સીઝનમાં મેલબોર્ન સ્ટાર્સ ટીમમાંથી રમતો જોવા મળશે. ડેઈલ સ્ટેઈને ટીમ સાથે કરેલા કરાર મુજબ તે શરુઆતની 6 મેચોમાં રમતો જોવા મળશે. જો ઈંગ્લેન્ડ સામેની હોમ સીરીઝમાં તેની દક્ષિણ આફ્રિકા ટીમમાં પસંદગી ન થઈ તો તે બિગ બેશની તમામ મેચો રમશે. મહત્વનું છે કે 36 વર્ષીય સ્ટેને ઓગસ્ટમાં જ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. સ્ટેને બિગબેશમાં રમવાને લઈને જણાવ્યું હતું કે, દેશ માટે પર્ફોર્મન્સ કરવું તે હંમેશા મારા માટે ગર્વની વાત છે. પરંતુ જો ઘર આંગણે યોજાનાર મેચોમાં મારી પસંદગી ન થાય તો હું દક્ષિણ આફ્રિકામાં બેસીને મારો સમય બરબાદ કરવા નથી માંગતો. ઉલ્લેખનીય છે કે ડેઈલ સ્ટેઈન દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર છે. તેણે ઘણી બધી મેચોમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરી દક્ષિણ આફ્રિકાને વિજય બનાવી છે. તે ભારતમાં રમાતી આઈપીએલ પણ રમી ચૂક્યો છે. અને તેમાં પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે.

Share This Article