મેરી કોમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં

admin
1 Min Read

ભારતની શેરની મેરિકોમે રશિયામાં ચાલી રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાકકું કરી લીધું છે. ગુરુવારે રમાયેલ ક્વાર્ટફાઈનલ મુકાબલામાં મેરિકોમે કોલંબિયાની ઈન્ગ્રિત વેલેન્સિયાને 5-0થી માત આપી હતી. આ જીત સાથે જ મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનો 8મો મેડલ નિશ્ચિત કરી લીધો છે. મહત્વનું છે કે મેરી કોમે પહેલી વાર 51 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો છે. અગાઉના સાત મેડલ તેણે 48 કિલોગ્રામ કેટેગરીમાં મેળવ્યા હતા. મેરી કોમે અત્યાર સુધીમાં આ સ્પર્ધામાં 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. જેમાં પહેલ વહેલો મેડલ 2001માં પોતાના નામે કર્યો હતો જે બાદ તેણે પાછું વળીને જોયું નથી અને સતત દેશ માટે મેડલો જીતીને લાવી છે. મેરી કોમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે ત્યારે તેના ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને  મેરી કોમ ફાઈનલમાં વિજેતા બને તે માટે પ્રાર્થના પણ શરુ કરી દીધી છે.

Share This Article