અમરેલીમાં યુવાનોનું પ્રસંશનીય કાર્ય, સરકારી સેવા કરતાં લોકો માટે ચા-નાસ્તાની કરાઇ વ્યવસ્થા

admin
1 Min Read

સરકાર દ્વારા જ્યારથી મૂળ સૌરાષ્ટ્રના અને હાલમાં ધંધાર્થે સુરતમાં વસવાટ કરતા લોકોને વતન મોકલવા કવાયત હાથ ધરાઇ છે.  તેવામાં સૌરાષ્ટ્ર પરત ફરતા લોકો Lockdown ના કારણે સતત હાડમારી સહી રહ્યા છે. ભૂખ/તરસ અને તડકાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેવામાં ચાવંડના યુવાઓ જેમાં કોઈ એક નહીં પણ સહુ એવા ધ્યેય સાથે રાજકીય નહીં પરંતુ માનવીય કાર્ય કરવાના હેતુથી કોઈ ખોટા પ્રસાર પ્રચારથી પર રહીને માત્ર સેવા કાર્ય થઈ રહ્યું છે.

જેમાં કિરીટ સોરઠીયા,  વિક્રમ દેથળિયા જેવા પ્રતિભાશાળી યુવાઓ તેમજ જિલ્લા અગ્રણી જીતુભાઇ ડેર આ કાર્યને ઘટતી તમામ સેવા પૂરી પાડવા કટીબદ્ધ થઈ પીઠબળ પૂરું પાડી રહ્યા છે.  તો બીજી તરફ ગામના યુવાઓ રાત દિવસ જોયા વગર 41 ડીગ્રી તાપમાનમાં પણ કામ કરી રહ્યા છે. કોઈ ભેદભાવ વેરઝેર બાજુએ મૂકીને એકતા સાથે સેવાભાવના રાખી માનવસેવા કરી રહ્યા છે. ચાવંડ ચેકપોસ્ટ સૌરાષ્ટ્રની બોર્ડર ગણાતી અને અધિક પોસ્ટ તરીકે પણ કાર્યરત છે. અહીં સૌરાષ્ટ્રમાં પરત ફરતા તમામનું સ્ક્રીનીંગ કરાય છે. જેઓ સતત સરકારી સેવા કાર્યો કરી રહ્યા છે.  તેમને પણ સેવા નહીં પણ ફરજ સમજી ચા નાસ્તો યુવાનોના સ્ટોલ પરથી અપાઈ રહ્યા છે.

 

Share This Article