પાટણમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

admin
1 Min Read

પાટણ જિલ્લા સહિત શહેરમાં થયેલ ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને લઈ લોકોની ઘરવકરી વરસાદી પાણીમાં પલડી ગઈ છે.  લોકોને જમવા માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે વોર્ડ નંબર એકના જાગૃત કોર્પોરેટર અને સામાજિક અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા મનોજભાઈ પટેલ દ્વારા શહેરના કાળકા મંદિર ખાતે 800થી વધારે લોકો માટે ખિચડી કઢીના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યા સુધી સમસ્યા રહેશે. ત્યાં સુધી જમવાની વ્યવસ્થા તેમના તરફથી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

Share This Article