અમરેલી- ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા

Subham Bhatt
1 Min Read

ભારતમાં ફક્ત ગીરના જંગલમાં સિહ વસવાટ કરે છે. ત્યારે સિંહને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ગીરના જંગલમાં આવતા
હોય છે જુનાગઢ જિલ્લામાં અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે. ત્યારે અમરેલી જિલ્લામાં
સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જેના વિડીયો પણ અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારે
વધુ એક વખત અમરેલી જિલ્લાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. અમરેલી જિલ્લાના ધારીના મોરજર ગામમાં
રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા હતા. મોરજરના બસ સ્ટેન્ડ નજીક બે સિંહોએ ગાયો પાછળ દોડ
લગાવી હતી. શિકાર માટે બે સિંહોએ ગાયો પાછળ દોડ લગાવી હતી.

Amreli- 2 lions entered the village at night in Morjar village of Dhari

એક વાછરડીનો શિકાર કરીને બસ
સ્ટેન્ડ નજીક સિંહોએ મિજબાની માણી હતી. સિંહો ગામમાં ઘૂસતા સ્વાનોએ સિંહો જોઈને દોડાદોડી શરૂ કરી
દીધી હતી. સિંહોથી બચવા ગાયોએ કરી દોડાદોડી છતાં સિંહોએ શિકાર કર્યો હતો. એક વાછરડીને શિકાર
કરી બે સિંહોએ સંતોષ માણ્યો હતો. બન્ને સિંહોનો ગાયો પાછળ દોડ લગાવતો વીડિયો મોબાઈલ કેમેરામાં
કેદ થયો છે. હાલ સોશિયલ મીડિયામાં સિંહનો ગાય પાછળ દોડ લગાવતો વીડિયો વાયરલ થયો છે.

Share This Article