અમરેલી : જિલ્લાનું એક દલડી એવું ગામ જ્યાં હજુ પણ ઓન લાઇન શિક્ષણ મળતું નથી

admin
2 Min Read

અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાનું ગીર કાંઠાને અડીને આવેલ 1500 લોકોની વસ્તી ધરાવતું દલડી ગામ ઓનલાઈન શિક્ષણથી વંચિત છે આ દલડી ગામને આઝાદી થી આજ દિન સુધી મોબાઈલ નેટવર્ક કે ઈન્ટરનેટની સુવિધા જ નથી અને ગામમાં આજે પણ એક પણ એસ ટી બસ આવતી નથી અને વિધાર્થીઓને ચાલીને અથવા પ્રાઇવેટ વાહનમા ખડાધાર ગામે અભ્યાસ અર્થ જવું પડે છે અને ગામમાં મોબાઈલનું નેટવર્ક જ ન હોંવાથી જેના લીધે આ ગામના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસથી વંચિત રહ્યા છે અને અભ્યાસ બગડી રહ્યો છે….આ છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ગીર કાંઠાને અડીને આવેલ દલડી ગામ……અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું છેલ્લું ગીરકાંઠાને અડીને આવેલ દલડી ગામને આઝાદી થી આજ દિન સુધી મોબાઇલ નેટવર્કની સુવિધા મળી જ નથી અને સરકાર શ્રીની કોઈ યોજનાના લાભ નથી મળતો ત્યારે મોબાઈલ શરૂ થયા ત્યારથી લઇ આજ સુધી એક પણ મોબાઈલ કંપનીનું નેટવર્ક જ આ ગામમાં આવતું નથી હાલ કોરોનાની મહામારી ને લઇ સમગ્ર દેશ અને રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

ત્યારે ગામમાં મોબાઈલનું નેટવર્ક જ નથી જેના લીધે આ દલડી ગામના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત છે… દલડી ગામના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જણાવે છે કે અમારા દલડી ગામ સરકારની કોઈ ભૌગોલિક સુવિધા મળી જ નથી અને અમારું ગામ ગીર કાંઠાને અડીને આવેલ હોવાથી વિકાસથી વંચિત રહ્યું છે અને આઝાદીમાં જીવી રહ્યું હોય તેમ એસ ટી બસ પણ નથી આવતી અને ગામના મોટાભાગના લોકો પશુ પાલન અને ખેત મજૂરી સાથે જોડાયેલા છે જેથી એક ઘરમાં માત્ર એક થી બે મોબાઈલ હોય છે અને તેમાં પણ ફોન કરવા માટે ડુંગર ઉપર જવું પડે છે અને છતાં પણ નેટવર્ક તો આવતું જ નથી અને ગામના બાળકો અને વિધાર્થીઓને ખબર જ નથી કે આ ઓનલાઈન શિક્ષણ શુ કેહવાય ત્યારે સમગ્ર દેશ અને રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણનો લાભ મળી રહ્યો છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ગામને ક્યારે ઓનલાઈન શિક્ષણ મળશે ?

Share This Article