રાજકોટ : ઉપલેટામાં બે જૂથ વચ્ચે થયેલ બબાલમાં થઈ મારામારી

admin
1 Min Read

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં સામાન્ય બોલાચાલીની ઘટનામાં જૂથ અથડામણમાં દસ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ જિલ્લાના ઉપલેટામાં બે જૂથ વચ્ચે થયેલ બબાલમાં મારામારી થઈ હતી. ઉપલેટાના ચીખલિયા ગામે થયેલ જૂથ અથડામણમાં દસ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. સામાન્ય ખાતર લેવાની બાબતની બબાલ ઉગ્ર બનતા એકબીજા પર હુમલો કરાયો હોવાનું આવ્યું સામે આવ્યું છે. આ બબાલમાં થયેલ મારામારીમાં ઘવાયેલી વ્યક્તિઓને 108 મારફત ઉપલેટા ખાતે ખસેડાયાં હતાં.

સામાન્ય બાબત ઉગ્ર બનતાં સર્જાયેલી મોટી બબાલની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ઉપલેટા તેમજ આસપાસની પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જેતપુર નાયબ પોલીસ અધિક્ષક પણ ઉપલેટા આવી પહોંચ્યા હતાં. ઉપલેટામાં થયેલી બબાલની ગંભીરતાને લઈને જેતપુર પોલીસ ડિવિઝનના નાયબ પોલીસ વડા સાગર બાગમાર પણ ઉપલેટા ખાતે દોડી ગયાં હતાં.

Share This Article