બનાસકાંઠા સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં પડ્યું ગાબડુ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હાલ ઢીમા પાસેની ઢેરીયાણા માઈનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડુ પડ્યુ હોવાની માહિતી સામે આવી છે. કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા કેનાલના પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વારંવાર ગાબડા પડવાની ઘટના અંગે ફરિયાદો કરવા છતાં જાડી ચામડીના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. મળતી માહિતી મુજબ, ઢીમા પાસેની ઢેરીયાણા માઈનોર કેનાલમાં આશરે 10 ફૂટનુ ગાબડુ પડ્યું છે. જેના કારણે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. આ અંગે સ્થાનિક અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આ પહેલા પણ થરાદની ચારડા માઇનોર કેનાલમાં થોડા દિવસ અગાઉ ગાબડું પડ્યું હતુ.. જેના કારણે હજારો લીટર પાણી ખેતરમાં કાપેલા ઘાસચારામાં પાણી ફરી વળ્યુ હતુ. છેલ્લા એક સપ્તાહની અંદર સાત વખત કેનાલોમાં ગાબડા પડ્યા છે. જેને લઇ ખેડુતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

 

 

 

Share This Article