ભારત સરકાર દ્વારા જમ્મુ કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 તેમજ કલમ 35-Aને હટાવવાના મહત્વપૂર્ણ નિર્ણયને દેશભરમાં આવકારવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઘણા નેતાઓએ આ નિર્ણયને આવકાર્યો હતો અને હજી પણ ઘણા નેતાઓ મોદી સરકારના નિર્ણયની પ્રસંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટીય અધ્યક્ષ રાહુલ ગાંધી સરકારના નિર્ણય નો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ મોદી સરકારનું કલમ 370 હટાવવાના મુદ્દે સમર્થન કરી રહ્યા છે.
ત્યારે આ બધાની વચ્ચે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સુમિત રાઠોડે સરકારના નિર્ણય ને આવકાર્યો છે. તેમજ કોંગ્રેસને દેશ વિરોધીપક્ષ ગણાવી કોંગ્રેસના તમામપદ ઉપરથી રાજીનામુ ધરી દીધું છે.
જણાવી દઈએ કે પાટણના જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સુમિત રાઠોડ દ્વારા પક્ષમાં અવગણના થતી હોઈ તેમજ કોઈ એક વ્યક્તિ દ્વારા પક્ષમાં પોતાની મનમાની કરી કાર્યકરોને મહત્વ આપવામા આવતું ના હોવાના આક્ષેપો કરી કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીત જિલ્લાના હોદ્દેદારોને મોકલી આપવામા આવ્યુ હતુ.
