જુનાગઢમાં મામલતદારને પાઠવામાં આવ્યું આવેદન

admin
1 Min Read

જુનાગઢમાં આવેલ માળીયા હાટીનામા સ્વયમ સૈનિક દળ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમા જણાવ્યા પ્રમાણે દિલ્હી ખાતે તોડી પડાયેલ ઐતિહાસીક જગ્યાનો વિરોધ કરી પુન: નિર્માણ કરવા અને સરકાર દ્વારા ખાનગી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં અનુસૂચિતજાતીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ ફરીથી ચાલુ કરવા માંગ કરવામા આવી છે. વધુ વિગત જોઈએ તો દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં બહુજન નાયક ક્રાંતિકારી રવિદાસજી મહારાજની રાજા સિકંદર દ્વારા મળેલી 600 વર્ષ જુની ઐતિહાસીક જગ્યાને સરકાર દ્વારા તોડી પાડવામાં આવી છે. જેનો  વિરોધ કરી તેનું પુન:નિર્માણ કરવા અને ધોરણ 1 થી 8 માં ખાનગીશાળામાં અભ્યાસ કરતાં અનુંસૂચિત જાતીમાં આવતા વણકર સમાજના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી શિષ્યવૃતિ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરતુ. એસ એસ ડી ના રાજકોટ  સ્થિત મુખ્ય કાર્યાલયના વડપણ હેઠળ કેશોદ તાલુકાની ટીમ દ્વારા આવેદનપત્ર નાયબ મામલતદાર કોઠારીને આપવામાં આવ્યું હતું

 

 

Share This Article