રાધનપુર ખાતે સાથલી ગામના ખેડૂતોએ રાધનપુર નાયબ કલેકટર સાહેબને આવેદનપત્ર આપ્યું. રાધનપુર તાલુકાના સાથલી ગામે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલું છે જેના કારણે પાકને નુકસાન થયું છે અને વાવેતર થઇ શકે તેમ નથી. તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રાધનપુર ખાતે નાયબ કલેકટર અને મામલતદાર સાહેબેને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. એમ પણ આખા રાજ્યમાં મહા વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમજ ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે તેવામાં સ્વાભાવિક વાત છે કે, ખેડૂતોના પાકને ભારે માત્રામાં નુકશાન થવા પામ્યું છે. તેવામાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા પાકને વધારે નુકશાન થાય છે અને તેવામાં વાવેતર થઇ શકે તેમ નથી. જેના કારણે ખેડૂતોએ રાધનપુર નાયબ કલેકટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -