પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના દ્વારે કાર્યક્રમ રાખવામાં આવે છે અને જે અંતર્ગત શહેર માંથી આવતી વિવિધ અરજીઓને ધ્યાને લઈ સફાઈ કામગીરી તેમજ નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવતા હોય છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 11ની લીલવાડી નજીક સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને જેસીબી મશીનથી રેતના ઢગલા દૂર કરવામાં આવ્યા હતા તેમજ ગેમેક્સિનનો છંટકાવ પણ કરાવ્યો હતો અને વિસ્તારની બંધ થઈ ગયેલી સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ કરાવવામાં આવી હતી.આમ આ કાર્યક્રમમાં અનેક સમસ્યાઓનું સ્થળ ઊપર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. પરંતુ નગરપાલિકાના સરાહનીય કાર્યક્રમમાં માત્ર નગરપાલિકા ઉપપ્રમુખ અને ગણ્યા ગાઠયા સભ્યો જ હાજર રાજ્ય હતા. પાટણમાં આ વર્ષે સારો વરસાદ થવાના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેના કારણે રોડ રસ્તાઓ પર ખાડાઓ પણ જોવા મળ્યા હતા.