સાબરકાંઠા જિલ્લાના ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર હુમલો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પોશીનાના કાલીકંકર નાં ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના  પોશીનામાં પોલીસકર્મી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. પોશીનાના ગૌરી ગામે ૩ પોલીસકર્મી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોશીનાના કાલીકંકરનાં ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પોશીનાના કાલીકંકર નાં ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના  પોશીનામાં પોલીસકર્મી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. પોશીનાના ગૌરી ગામે ૩ પોલીસકર્મી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોશીનાના કાલીકંકરનાં ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે.  ગૌરી ગામે રેડ કરવા ગયેલ પોલીસ પર પહેલાથી જ સંતાડેલ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. દેશી બંદૂક વડે ફાયરીંગ કરતા એક પોલીસ કર્મીને પગમાં ઈજા પહોંચી જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે. આરોપીએ જાણો પોલીસને ખુલો પડકાર ફેંક્યો હોય તેમ હુમલ કર્યો છે.

ગૌરી ગામે રેડ કરવા ગયેલ પોલીસ પર પહેલાથી જ સંતાડેલ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. દેશી બંદૂક વડે ફાયરીંગ કરતા એક પોલીસ કર્મીને પગમાં ઈજા પહોંચી જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે. આરોપીએ જાણો પોલીસને ખુલો પડકાર ફેંક્યો હોય તેમ હુમલ કર્યો છે.

Share This Article