સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે સ્વામિનારાયણના 135માં પાટોત્સવની દબદબા ભેર ઉજવણી

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોના ૧૩૫ મા વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી અતિ ઉત્સાહ ભેર કરવામા આવી હતી.   પ્રાંતિજ શ્રી સ્વામિનારાયણ મંદિર માં બિરાજમાન દેવોના ૧૩૫ માં વાર્ષિક પાટોત્સવ નો પ્રારંભ તા.૨૮ મી મેના ના રોજ અતિ ઉત્સાહભેર કરવામાં આવ્થો હતો આ પ્રસંગે રાત્રી પારાયણ માં શ્રી સત્સંગી જીવન પંચાહ પારાયણ ની કથા સંપ્રદાયના સુપ્રસિધ્ધ વકતા અને કથાકાર સ્વામી શ્રી યજ્ઞ પ્રકાશદાસજી કલોલથી પર્ધાયા હતા.

Dominant celebration of Swaminarayan's 135th Patotsav at Prantij of Sabarkantha

પ્રથમ દિવસે પોથીયાત્રા ર્ડા.જીગ્નેશભાઇ ગુણવંતભાઇ જણસાંરી ના ધરેથી ધામધૂમ થી નિકળીહતી સતત પાંચ દિવસ ની રાત્રી કથા સાંભળીને હરિભકતો ભક્તિમાં રસ તરબોળ થઈ ગયાહતા સમગ્ર મહોત્સવ ના મુખ્ય યજમાન તરીકે અક્ષરનિવાસી હસમુખભાઇ કચરાભાઇ ભાવસાર પરિવારે લાભ લીધો હતો તો વિષ્ણુ યાન હવન ત્રિદિવસીય મુખ્ય યજમાન તરીકે કનુભાઇ દામોદરદાસ પંડયા પરિવારે લાભ લીધો હતો સમગ્ર પાટોત્સવ નુ આયોજન પ્રાંતિજ મંદિર ના મહંત પ્રાણજીવન સ્વામી ના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન થયુ હતુ જેમા સંતો-મંહતો ની પધરામણી થઈ હતી

Share This Article