Connect with us

બનાસકાંઠા

બનાસકાંઠા- ખારા ગામે ભાજપની ચૂંટણી લક્ષી બેઠક

Published

on

બનાસકાંઠાના ભાભર તાલુકા ના ખારા ગામે આવેલ મહાકાળી માતાજી ના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ માં ભાભર તાલુકા ખારા ગામના લોકો મોટી સંખ્યા માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ભાભર તાલુકા ખારા ગામમાં આવેલ મહાકાળી માતાજી ના મંદિર ખાતે વિજય દશમી ના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમય ની ચુંટણી ને અનુલક્ષી ને એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભાભર તાલુકા ના તેમજ ખારા ગામના લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા, અને બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ મા મોટી સંખ્યા માં લોકો એ ભાજપ નો ખેશ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. આ મીટીંગ માં ભાભર તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મીટીંગ પુણ્ય થયા બાદ મહાકાળી માતાજી ના મંદિર ખાતે સૌ સાથે મળી ભોજન લીધુ હતું. મીટીંગ હાજર લોકો દ્વારા એવું આહવાન પણ કરવામાં આવ્યું હતું

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બનાસકાંઠા

બનાસકાંઠા-પોલીસ આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ

Published

on

બનાસકાંઠાના લાખણી માં પોલિસ ના સમર્થન માં લાખણી કોંગ્રેસ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. વર્તમાન સમયમાં સરકાર દ્વારા સરકારમાં સેવા આપતા તમામ કર્મચારિ ઓને તેમના વેતન ના ભાગરુપે જે પેગ્રેડ ચુકવવામાં આવે છે. જે અલગ અલગ વિભાગોમાં તેની વિસમાનતા જોવા મળી રહી છે. તે બાબતે પોલિસ ખાતા ના કર્મચારી એાને વિસંગતાતા નો મુદ્દો આજે ગુજરાતભરમાં ચર્ચાની એરણે છે. જેને લઇને વિવિધ રાજકિય પક્ષો જાહેર સંસંથાઓ પણ પોલિસના સમર્થનમાં કુદી પડ્યા છે. લાખણીમાં પણ લાખણી તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર ને પોલિસના પેયગ્રેદ ના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

દિયોદરના ધારાસભ્ય સિવાભાઈ ભુરિયા લાખણી તાલુકાના તાલુકા પ્ચાયતના પુર્વ પ્રમુખ મહેસભાઇ દવે લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને બનાસ ડેરી ના ધસિરેકટર ધુડાભાઇ પટેલ યુથ કોગ્રેસ ના અગ્રણી સુરેશભાઇ ગળસોર . વગેરે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ની હાજરિમાં લાખણી મામલતદાર ને આવેદન પત્ર આપ્યુ હતુ.. તેમની માગણી છે કે ગુજરાતમાં સરજારિ નોકરિમા ંજોડાયેલ ગુજરાત પોલિસ ..આશાવર્કર. તલાટી વગેરેની પગારગ્રેડ બાબત ની કે અન્ય તેમની માગણી સ્વિકારે અને તેમને યોગ્ય ન્યાય મળે એવુ સરકાર વિચારે ને તેમની માગણી એાને સ્વિકારે

Continue Reading

બનાસકાંઠા

બનાસકાંઠા-અધૂરા મહિને જન્મેલા બાળકનું અંતે મોત

Published

on

બનાસકાંઠાના દિયોદર રેફરેલ હોસ્પિટલમાં જાડા ગામ ની મહિલા ને પ્રસુતિ દરમિયાન અધૂરા મહિને મહિલા એ બાળક ને જન્મ આપતા પરિવારજનો માં ખુશી ફેલાઈ હતી. પરંતુ બાળક ખોડ ખાપણ અને ના તંદુરસ્ત હોવાથી આખરે મોડી રાત્રે બાળકનું નિધન થતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા. દિયોદર તાલુકા ના જાડા ગામ ની એક મહિલા ને પ્રસુતિ દરમિયાન દુખાવો થતા તે મહિલા ને 108 એમ્બ્યુલન્સ દ્વારા દિયોદર રેફરેલ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લાવવામાં આવી હતી જેમાં ફરજ પર ના ડોકટર પ્રતીક રાઠોડ દ્વારા મહિલા ની સોનો ગ્રાફી કરી તપાસ કરતા મહિના અધૂરા હોવાનું સામે આવ્યું હતું

પરંતુ મહિલા ને ઓપરેશન કરી પ્રસુતિ કરવાની ફરજ પડતા દિયોદર રેફરેલ હોસ્પિટલ ના ડોકટર પ્રતીક રાઠોડે વિશ્વાસ હોસ્પિટલ ડોકટર રોહિત નાડોદા ની મદદ લીધી હતી જેમાં બંને ડોકટર અને સ્ટાફ સતત ખડેપગે રહી મહિલા ને ઓપરેશન કરી પ્રસુતિ કરવામાં આવી હતી જેમાં મહિલા એ બાળક ને જન્મ આપ્યો હતો પરંતુ બાળક ખોડ ખાપણ હોવાથી બાળક ના તંદુરસ્ત હોવાથી મોડી રાત્રે બાળક ને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની ફરજ પડતા દિયોદર રેફરેલ હોસ્પિટલ એ 108 એમ્બ્યુલ્સ ને જાણ કરતા 108 ના ઇ એમ ટી દેવરામભાઈ ઉપાધ્યાય, અને પાઇલોટ દિનેશભાઇ નાઈ રેફરેલ ખાતે એમ્બ્યુલ્સ લઈ પોહચ્યા હતા. જેમાં તાત્કાલિક બાળક ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ મહેસાણા પાસે આખરે બાળક નું મોત નીપજ્યું હતું.

Continue Reading

બનાસકાંઠા

બનાસકાંઠા-ડિસામાં પોલીસ પરિવારની રેલી

Published

on

ગુજરાતમાં પોલીસ દ્વારા ગ્રેડ પે મામલે આંદોલન છેડવામાં આવ્યું છે અને આ આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. ત્યારે આજે ડીસામાં પોલીસ પરિવારની મહિલાઓ આ વિરોધ પ્રદર્શનમા જોડાઈ હતી. અને ડીસા પોલીસ લાઇનથી થાળી વગાડી વિરોધ સ્વરૂપે રેલી યોજીને નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી. અને સરકાર દ્વારા પોલીસને ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરી હતી. મહિલાઓની સાથે સાથે કરણીસેના ગોપાલ સેના પણ જોડાઈ હતી. અને તેમણે પર પોલીસને ગ્રેડ પે મળે તેવી માંગ કરી હતી.

ગુજરાતમાં પોલીસના ગ્રેડ પેનો મામલો દિવસેને દિવસે જલદ બનતો જઇ રહ્યો છે. ડીસામાં આજે પોલીસ કર્મીઓના પરિવારના સભ્યો પણ આ આંદોલનમાં જોડાઈ ગયા હતા. ડીસા શહેરમાં આવેલી પોલીસ લાઇનથી આજે પોલીસ કર્મીઓના પરિવારના સભ્યોએ પણ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. વાસણો વગાડતી નીકળેલી આ રેલીમાં પોલીસ કર્મીઓની પત્ની અને બાળકો જોડાયા હતા. અને ડીસા પોલીસ લાઇનથી રેલી સ્વરૂપે નીકળીને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ધરણાં પર ઉતરી ગઈ હતી. અને ત્યારબાદ આ અંગે સરકારના પ્રતિનિધિ નાયબ કલેક્ટર સમક્ષ ગ્રેડ પે બાબતે રજૂઆત કરી હતી.

Continue Reading
ગુજરાત4 weeks ago

ભારત-કંગનાના નિવેદન પર અનેક રાજકીય આગેવાનોએ પ્રતિભાવો આપ્યા

ગુજરાત2 weeks ago

ગુજરાત-સરકારી ભરતી માટે તૈયારી કરતાં ઉમેદવારો

ગુજરાત4 weeks ago

ભારત-વિશ્વની 6 મોટી કંપનીઓની જાહેરાત-2040થી પેટ્રોલ, ડીઝલની ગાડી નહીં બનાવે

ગુજરાત2 weeks ago

ગુજરાત-દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે

ગુજરાત4 weeks ago

ગુજરાત-દ્વારકાના સલાયામાં બે શખ્સોનાં ઘરમાંથી 46 કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત2 weeks ago

ગુજરાત-રાજયમાં 4.55 કરોડને પહેલો, 3.24 કરોડને બન્ને ડોઝ આપી દેવાયા

ગુજરાત4 weeks ago

ગુજરાત-દિવાળીની રજાઓ બાદ રાજ્યમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા

ગુજરાત2 weeks ago

ભારત-આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદા પરત લેવાશે

Trending