બનાસકાંઠા : રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો

admin
1 Min Read

હાલ ગુજરાતમાં છ બેઠક પર યોજાનાર પેટા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. રાધનપુર, બાયડ, અમરાઈવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુ બેઠક પર આગામી 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ચૂંટણી પ્રચાર કરી રહેલા કલોલના કૉંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બળદેવજીએ અલ્પેશ ઠાકોર પર અનેક આક્ષેપો લગાવ્યો છે. બળદેવજીએ અલ્પેશ પર સમાજને છેતરવાનો આક્ષેપ લગાવ્યો હતો. રાધનપુર બેઠક પર ચૂંટણી પ્રચાર કરતા કલોલના ધારાસભ્યએ કહ્યુ કે, “સમાજ સાથે દ્રોહ કર્યો છે એને ગદ્દાર કહેવાય. ગદ્દાર કોને કહેવાય? સમાજના નામે રૂપિયા પોતાના ઘરમાં નાખીને તમે વેચાયો છે, તેને ગદ્દાર કહેવાય. રઘુ દેસાઈ કૉંગ્રેસના ઉમેદવાર બન્યા છે એટલે અહીં આવ્યા છીએ. અહીંના ઠાકોરોને વિનંતી કરું છું કે આ ભાઈના (અલ્પેશ ઠાકોર) રવાડે ન ચડતા. હું મારા વેવાઈને ઓળખું છું એટલો તમે નહીં ઓળખી શકો. એ મારા વેવાઈનો દીકરો છે, હું એને ઓળખું છું.”

Share This Article