મહેસાણા : ખેરાલુ વિધાનસભા 2 બેઠક પેટા ચૂંટણી મામલો

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 6 બેઠકો પર સોમવારે મતદાન યોજાશે. ત્યારે પોલીંગ બૂથ પર ચૂંટણીને લઇ EVM અને VVPATનું વિતરણ થઈ ચુક્યું છે. અમરાઈવાડી, રાધનપુર, બાયડ, ખેરાલું. લુણાવાડા અને થરાદમાં યોજાનારી પેટાચૂંટણી માટેના EVM અને VVPATની ચકાસણી પુર્ણ થઈ ગઈ છે. પેટા ચૂંટણી માટે સ્ટેશનરીનું વિતરણ થઈ ચુક્યું છે. તેમજ EVM અને VVPATને સ્ટ્રોંગરૂમમાંથી ડિસ્પેચ કામગીરી પુર્ણ થવાને આરે છે. સુરક્ષાકમીઓ EVM અને VVPATની સુરક્ષા માટે તહેનાત થઈ ગયાં છે. સોમવારે ગુજરાત વિધાન સભાની 6 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં 14.73 લાખ મતદારો મતદાન કરશે. તેમજ 1781 મથક પર મતદારો મતદાન કરી શકશે. 24 ઓક્ટોબરનાં રોજ મત  મત ગણતરી હાથ ધરાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ અમરાઈવાડી બેઠક પર વિજયનાં દાવા પણ કરી દીધાં છે. મહેસાણામાં ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી અંતર્ગત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.  આ બેઠક પર 2.9 લાખ મતદારો મતદાન કરશે. અહીં 269 મતદાન મથકો પર મતદાન કરવામાં આવશે. સુરક્ષા માટે 600 પોલીસકર્મીઓ તૈનાત કરાયાં છે. જેમાં ચુંટણી ટાણે સુરક્ષાનાં ભાગ રૂપે 3 PI, 4 PSI અને 400 પોલીસ કર્મી, CISF- BSF 2-2 ટીમ અને 100 હોમગાર્ડ તૈનાત રહેશે.  ઉલ્લેખનીય છે કે આ બેઠક પરનાં ભાજપનાં ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

Share This Article