બનાસકાંઠા-કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચોબે અંબાજીની મુલાકાતે

Subham Bhatt
2 Min Read

યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચોબે એ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શનકર્યા ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રીએ અંબાજી માંગલ્યવન ખાતે વૃક્ષારોપણ કર્યું.શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય વનઅને પર્યાવરણ, ક્લામેન્ટ ચેન્જ તથા ગ્રાહકોની બાબતોના રાજ્ય મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચોબે એ
ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ મંત્રીશ્રીએ ગબ્બર પર્વત પરમાતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા મંદિરે જઇ શીશ ઝુકાવી આશિર્વાદ મેળવ્યા હતા. કેન્દ્રીયમંત્રીશ્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદપટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડીઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતુ.

Banaskantha-Union Minister of State Shri Ashwini Kumar Chobe visiting Ambaji આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ઘણાં વર્ષોથી મા અંબાના દર્શન કરવાની અદમ્ય ઈચ્છા હતી. આજે મા કા બુલાવા આવ્યા હોવાથી દર્શન કરવાનું સૌભાગ્યપ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું કે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ખુબ સરસવ્યવસ્થા કરવામાં આવી છે તેવી વ્યવસ્થા તમામ યાત્રાધામોમાં કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરુ છુ.તેમણે કહ્યું કે મા અંબા સૌનું કલ્યાણ કરે, સૌને સુખી રાખે અને તંદુરસ્તી બક્ષે તે માટે માતાજીને પ્રાર્થનાકરી છે. તેમણે ઉમેર્યુ કે, દેશના લોકો ભાઈચારા અને સદભાવનાના ભાવથી શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણમાંસહભાગી બને તેવી પણ મા અંબાને પ્રાર્થના કરી છે. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ માંગલ્યવન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

Share This Article