બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે રખડતા ઢોરના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા મહેસાણા કલેકટરને લખ્યો પત્ર

admin
1 Min Read

છેલ્લા ઘણા વર્ષોથી શહેરના વિવિધ માર્ગો ઉપર ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે મહેસાણા નગરપાલિકાના શાસક તેમજ વિપક્ષો નિષ્ફળ સાબિત થયા છે. સ્થાનિક રહીશો આ ત્રાસથી ક્યારે મુકત થશે તે રાહ જોઈ રહ્યા છે. મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર ઢોરના ત્રાસથી ત્રસ્ત જનતાએ અવારનવાર અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. અગાઉ આ રખડતા ઢોરોના કારણે મૃત્યુ થવા સુધીની ઘટનાઓ બની છે તો પણ આ તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે ત્યારે લોકો દ્વારા હવે તો એવી ચર્ચા ચાલી રહી છે કે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મહેસાણા કલેકટરને પત્ર લખ્યો છે. મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરના પ્રશ્નનનું યોગ્ય નિરાકરણ લાવવા મતે પત્ર લખવામાં આવ્યો હતો. ભરતજી ઠાકોરે લખ્યું હતું કે રખડતા ઢોરોના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો છે. રખડતા ઢોરો ને કારણે ઇમરજન્સી 108 જેવા વાહનો સમયસર હોસ્પિટલ પહોંચી શકતા નથી જેના કારણે દર્દી ને જીવ ગુમાવવા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. રખડતા ઢોરો બજારમાં દોડ ધામ કરી વાહનો અને લોકોને અડફેટમાં લેતા હોય છે તેવું ભરતજી ઠાકોરનું કહેવું છે.

Share This Article