વરસાદ વરસતા જ રસ્તાઓ થયા બિસ્માર

admin
1 Min Read

રાજ્યમાં મેઘો મનમૂકીને વરસી ગયો અને હજુ વિરામ લેતાં લેતાં વરસી રહ્યો છે. વરસાદના કારણે છેલ્લાં ત્રણ દિવસથી આપણુ રાજ્ય જાણે બાનમાં લેવાયું હોય તેવો માહોલ સર્જાયો છે. કયાંક આ વરસાદ આનંદનું બહાનું બન્યો છે તો કયાંક વરસાદ નારાજીનું કારણ પણ બન્યો છે. એ જે હોય તે પરંતુ રાજ્ય પર વરસેલા વરસાદે અનેક રંગો દેખાડ્યા છે. કોઈ જીવ જોખમમાં મૂકીને કોઈનો જીવ બચાવી રહ્યું છે તો કોઈ જળપ્રલયની પરવા કર્યા વગર અડિખમ રહી પોતાની ફરજ નિભાવી રહ્યું છે. પાટણ જીલ્લાના અનેક ગામોમાં વ્વાર્સાદના કારણે ધોવાણ થયું છે. ખાસ કરીને ચાણસ્મા તાલુકાના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. થોડોક જ વરસાદ વરસતા જ રસ્તાઓની હાલત બિસ્માર હાલતમાં જોવા મળી છે. ચાણસ્મા ત્રણ રસ્તા થી કે.બી જનરલ હોસ્પિટલ સુધી ના રોડ પર જોવા મળ્યું ખાડાઓનું સામ્રાજ્ય. સરકાર મસ મોટા ટેક્સ લે છે પરંતુ રોડ ની ગુણવત્તા સામે કોઈ પગલાં લેતી નથી.

Share This Article