રાધનપુર માર્કેટયાર્ડમાં ભાજપની કાર્યકર્તા સભા

admin
1 Min Read

પાટણની રાધનપુર માર્કેટયાર્ડમાં ભાજપની યોજાયેલ કાર્યકર્તા સભામાં ગૃહમંત્રીએ ચીમકી ઉચ્ચારી છે. સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ વીડિયો વાયરલ કરનારને પ્રદિપસિંહ જાડેજાએ જાહેરમંચ પરથી ગર્ભિત ચીમકી આપી હતી. અને કહ્યું હતું કે સુધરી જજો નહીં તો પોલીસ તેમજ ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના સોશિયલ મીડિયામાં વિવાદીત વીડિયોઝ ચાલી રહ્યા છે. આ બેઠકમાં કેબીનેટ મંત્રી દિલીપ ઠાકોર, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, ભુખું દલસાણીયા, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સભાની સંપૂર્ણ જવાબદારી અલ્પેશ ઠાકોરને આપવામાં આવી હતી અને તમામ કાર્યકરોએ પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી હતી.

Share This Article