ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના વિવિધ હોદ્દેદારોની રચના કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા ભાજપ દ્વારા પણ પાટણ જિલ્લાના વિવિધ તાલુકા અને શહેરના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી રહી છે. પાટણ શહેરના પ્રમુખ અને મહામંત્રીની વરણી માટે શહેરની નૂતન હાઈસ્કૂલ ખાતે બેઠક મળી હતી. જેમાં શહેર પ્રમુખ તરીકે કિશોર મહેશ્વરીની વરણી કરવામાં આવી હતી. જયારે મહામંત્રી તરીકે યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્ય શૈલેષ પટેલ અને પાટણ શહેર યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ગૌરવ મોદીની વરણી કરવામાં આવી છે. નવીન ટીમને તમામ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના તમામ આગેવાનો, સભ્યો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે ઊંઝામાં પણ ભાજપ દ્વારા વરણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ ભાજપના વિવિધ હિદ્દેદારોની રચના કરવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -