જામનગરના ગોકુલનગર વિસ્તારમાં કાર સળગી

admin
1 Min Read

જામનગરનાં ગોકુલનગર વિસ્તારમાં ગેસ રિફાઈનિંગ કરતા સમયે કારમાં અચાનક જ આગ લાગી. કારમાં આગ લગતા એક યુવક દાઝી ગયો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ લાગવાની ઘટનાઓ આ દિવસે સમાન્ય થતી જઈ રહી છે. એવા કેસમાં કંપનીઓ તે તકનીકની ખામીઓને તરત જ દૂર કરે છે. જેના કારણે કારમાં આગ લગવાની આશંકા થાય છે. પણ આ સચ છે જે વધારે કેસમાં કારમાં આગ લાગવા માટે કંપની નહી, કારના માલિક જવાબદાર હોય છે. વધારે પડતા કેસમાં જોયું છે કે આવી ઘટનાઓ કાર માલિકની બેદરકારીના કારણે થાય છે. એવું પણ કહેવાય છે કે, આગ લાગવાના બનાવો અને રસ્તામાં થતા અકસ્માતોના લીધે કારની સેન્ટ્રલ લોક સિસ્ટમ બંધ થઇ જાય છે. જેને લઈને અકસ્માતમાં લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે.

Share This Article