પાટણ પાલિકાના નવા ઉપપ્રમુખનો મામલો

admin
1 Min Read

પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખએ રાજીનામું આપી દેતા તેને મંજૂર કરી દેવાયા બાદ નવા ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવનાર છે. પાલિકાના પ્રસ્તાવના આધારે કલેકટર દ્વારા આવતીકાલે એટલે કે 21 ઓગસ્ટના રોજ નવા ઉપપ્રમુખની ચુંટણી યોજવા જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેને લઈ નવા ઉપપ્રમુખ કોણ હશે તેની અટકળો તેજ બની છે. ઉલ્લેખનીય છે કે પાટણ પાલિકાની સામાન્યસભા ઉપપ્રમુખ વસંતભાઇ પટેલનું રાજીનામું મંજૂર કરવા માટે ખાસ બોલાવાઇ હતી. જેમાં 41 સભ્યો હાજર રહયા હતા જેમાં સર્વાનુંમતે તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યુ હતું. ત્યારે આવતીકાલે નવા ઉપપ્રમુખ માટેની ચુંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે સવારે 11 કલાકે આ માટે ચુંટણી યોજાશે. નવા ઉપપ્રમુખ માટે ખુરશી ખાલી થતાં નવા ઉપપ્રમુખ ભાજપાના આવશે કે કોંગ્રેસના તેને લઇ અટકળો તેજ બની છે. નવા ઉપપ્રમુખની ચુંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

Share This Article