CBDTએ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવી

admin
1 Min Read

સરકારે નાણાકિય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધુ બે મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખતા આવકવેરાદાતાઓને રાહત આપતા કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ સીબીડીટીએ નાણાંકીય વર્ષ 208-19 માટે આવકવેરા રીટર્ન ભરવાની તારીખને 31 જુલાઈ 2020થી વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરી દીધી છે.

(File Pic)

જોકે નાણાંકીય વર્ષ 2018-19ના મૂળ અથવા સંશોધિત આવકવેરા રીટર્ન ભરવાની તારીખ ત્રીજીવાર વધારવામાં આવી છે. CBDT દ્વારા ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ ત્રીજી વાર વધારવામાં આવી છે. નાણાકિય વર્ષ 2018-19 માટે 31 માર્ચ 2020 સુધી આઈટીઆર દાખલ કરવાનું હતું. જોકે તેને પહેલા 30 જૂન સુધી વધારવામાં આવી. પછી તેને લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી અને હવે તેને વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરી દેવામાં આવી છે.

(File Pic)

અગાઉ આવકવેરા વિભાગે કરદાતાઓને મોટી રાહત આપતા નાણાકીય વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારી દીધી હતી. હવે કરદાતાઓ 30 નવેમ્બર 2020 સુધીમાં ITR ફાઇલ કરી શકાશે.

Share This Article