પંચમહાલ-પાવાગઢ રોડ પર છકડાએ એક્ટિવાને મારી ટક્કર

Subham Bhatt
1 Min Read

પાવાગઢ રોડ પર લોડીંગ છકડાએ એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર સસરા અને વહુ થયાઇજાગ્રસ્ત. હાલોલ નગરના વીઠલ ફળીયા ખાતે રહેતા રજનીકાંત પુંજાભાઈ પટેલ અને તેઓના પુત્રસંજયભાઈ પટેલની વાઇફ મિત્તલબેન સંજય ભાઈ પટેલ જે એક્ટિવા લઈને પાવાગઢ રોડ પરથી પસારથઇ રહ્યા હતા જેમાં એક્ટિવા મિત્તલબેન ચલાઇ રહ્યા હતા જેમાં પાવાગઢ રોડ પર આવેલ વિશાલસિલેકશન કપડાની દુકાન સામે મુખ્ય રોડ પર એક લોડીંગ છકડા ચાલકે પોતાના છકડા ને બેફામ ગફલતભરી રીતે હંકારી લઈ આવી એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

Chakda hit Activa on Panchmahal-Pavagadh road

જેમાં ટેમ્પોનીટક્કરથી એક્ટીવા પર સવાર રજનીકાંત ભાઈ અને મિતલબેન રોડ પર પછડાતા ઈજાગ્રસ્ત થતારજનીકાંતભાઈ અને મિતલબેનને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જ્યાંરજનીકાંતભાઈને વધુ ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અપાતા તે બાદ વડોદરા સારવાર માટે રીફર કરાયા હતા જ્યારે મિતલબેન ને સામાન્ય ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Share This Article