મહેસાણા- રાણપુર ગામમાં રીંછ દેખાતા લોકોમાં ફફડાટ

Subham Bhatt
1 Min Read

મહેસાણા જિલ્લાના જંગલ વિસ્તારમાં રીંછ વસવાટ કરે છે. ત્યારે ઘણી વખત રીંછ ખોરાકની શોધમાં જંગલ છોડી ગ્રામ્યવિસ્તારમાં આવી જતાં હોય છે. ત્યારે વધુ એક વખત મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રાણપુર ગામમાં રીંછ દેખાવાની ઘટના સામે આવી છે.

In Mehsana- Ranpur village, people saw a bear

જંગલ વિસ્તારમાં ફરતુ રીંછ મોડી રાત્રે ગામમાં પ્રવેશ્યું હતું.મોડી રાત્રે રીંછ દેખાતા ગ્રામજનો એ વનવિભાગ ને જાણ કરી હતી. ગામલોકોએ લાઈટો બતાવી ને રીંછને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાક ની જહેમત બાદ જંગલ તરફ રીછ રવાના થયું હતું. રીંછ જંગલ માં પરત જતા ગામલોકોએ હાશકારો લીધો હતો.

Share This Article