જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર

admin
1 Min Read

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામેના ઓપરેશનમાં ભારતીય સેનાના જવાનોને વધુ એક મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલ અથડામણમાં સેનાના જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પુલવામાના ત્રાલ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે મોડી રાત્રે અથડામણ સર્જાઈ હતી. કલાકો સુધી ચાલેલા આ ઓપરેશનમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી હતી. જ્યારે સુરક્ષાદળોએ ઠાર કરાયેલ આતંકીઓ પાસેથી એકે-47, ગ્રેનેડ જેવા હથિયારો જપ્ત કર્યા છે.

આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમ જોડાઈ હતી. હાલ સુરક્ષાદળોએ આસપાસના વિસ્તારને કોર્ડન કરી વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકાના પગલે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આઈએસઆઈ હુમલાનુ ષડયંત્ર કરી રહ્યું છે. આઈએસઆઈ પુલવામા જેવો હુમલા કરવાની ફીરાકમાં છે. જોકે આ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના પણ સજ્જ જોવા મળી રહી છે.

Share This Article