ઊંઝામાં અખંડ ભારતના દિને રેલીનું આયોજન

admin
1 Min Read

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અખડ ભારતના દિન નિમિત્તે મહેસાણાના ઊંઝા ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભારત આઝાદ થયું પરંતુ તારીખ ૧૪-૦૮-૧૯૪૭ના રોજ અખંડ ભારતના ત્રણ ભાગલા પડ્યા હતા. જેમાં સ્વતંત્ર ભારત ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન પણ બન્યા. અખંડ ભારતની આઝાદી માટે લડતા લડતા આઝાદી તો મળી પરંતુ આઝાદીની સાથે ભાગલા પણ થયા જેથી આ ખુશીની સાથે દુઃખદ દિવસ પણ ગણાય છે. આ દુ:ખદ દિવસને અખંડ ભારત “સ્મૃતિ દિવસ” તરીકે યાદ કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરુપે મહેસાણાના ઊંઝા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મળતી માહિતી મુજબ, સમગ્ર ભારતમાં અખંડ ભારત સંકલ્પ દિન નિમિત્તે ઉજવવામાં આવે છે જે અંતર્ગત મહેસાણાના ઊંઝામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી ઊંઝાના ગાંધી ચોકથી સરદાર ચોક સુધી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકતા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.

Share This Article