સાબરકાંઠા- હિંમતનગરમાં ગુણવત્તા સુધારણા અંતર્ગત ચિંતન શિબિર  યોજાઈ

Subham Bhatt
2 Min Read

સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી સાબરકાંઠા  અને  કાશી-કાંચી શાળા વિકાસ સંકુલ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમેડો. નલિનકાન્ત ગાંધી ટાઉનહોલમાં ગુણવત્તા સુધારણા અંતર્ગત ચિંતન શિબિરનું  સફળ આયોજન થયું. આ સહ ચિંતનશિબિરમાં હિંમતનગર તાલુકાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યશ્રી, સારસ્વત મિત્રો તથા વહીવટી સ્ટાફની ઉપસ્થિતીરહી. કાર્યક્રમની શરૂઆત એ મત કહો ખુદા સે, મેરી મુશ્કિલે બડી હૈ પ્રાર્થનાથી કરવામાં આવી. કાશી શાળા વિકાસ સંકુલનાકન્વીનર શ્રી ગજેન્દ્રભાઈએ ચિંતન શિબિરમાં ઉપસ્થિત સર્વેનું શબ્દોથી સ્વાગત કરી ટીમ વર્ક  દ્વારા કોઇ પણ કાર્યને સફળતામળે છે તે અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. હિંમત હાઇસ્કૂલના આચાર્ય શ્રી એસ.એસ.પટેલ સાહેબે પાવર પોઈન્ટપ્રેઝન્ટેશન દ્વારા ગ્રાન્ટેડ શાળાઓની દિશા અને દશા વિશે માહિતી આપી. હિંમત હાઇસ્કુલ-૨ ના આચાર્યશ્રી અશ્વિનભાઈમહેતાએ ગુણવત્તા સુધારણામાં આપણી ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું. જૈનાચાર્ય વિદ્યાલયના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પટેલે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે આપના યોગદાન  વિશે માહિતી આપી.

Contemplation camp was held in Sabarkantha-Himmatnagar under quality improvement

કાંચી શાળા વિકાસ સંકુલના કન્વીનર શ્રીમહેન્દ્રભાઈ પટેલે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં શાળાટીમની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું. સદર કાર્યક્રમનેસફળબનાવવા જે મિત્રોએ આર્થિક યોગદાન આપ્યું છે તે સર્વે દાતાઓનું ફૂલછડી, શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.કચેરીથી ઉપસ્થિત ઈ. આઇ. શ્રીમતી તરૂણાબેને શાળામાં શૈક્ષણિક અને વહીવટી કાર્ય સુપેરે પાર પાડવા માર્ગદર્શન આપ્યું.જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.કે. વ્યાસ સાહેબે ઉપસ્થિતસર્વ મિત્રોને આવકારી શિક્ષણમાં આપની જવાબદારીઓ તથાબાળકો પ્રત્યે આપણી સંવેદનાઓને સુપેરે પાર પાડવા સદ્રષ્ટાંત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનીઆભારવિધિ બેરણા હાઇસ્કૂલનાઆચાર્યશ્રી હિતેશભાઇ પટેલે કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આદર્શ વિદ્યાલયના ઈન્ચાર્જ આચાર્ય શ્રી જે ડી પટેલ તથા સ્વસ્તિક હાઈસ્કૂલના સારસ્વત મિત્ર શ્રી સંજયભાઈ સોનીએ કર્યું.

Share This Article