ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ અપાશે

admin
1 Min Read

જામનગરના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશન થતા સીએમ અને હકૂભાએ શુભકામના પાઠવી હતી. જામનગરના પનોતા પુત્ર સર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશન થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. જામનગર પધારેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ખુશી વ્યક્ત કરી છે. અને ગુજરાતનું નામ રોશન કર્યું હોવાનું જણાવ્યું છે.

ખાસ કરીને વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર બેટિંગ કરી સૌના દિલ જીતી લીધા હતા. અને રવિન્દ્ર જાડેજા બોલીગ, બેટિંગ અને ફિલ્ડીંગથી હમેશા ટીમને ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. હાલ રવિન્દ્ર જાડેજા ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ ફોર્મેટમાં શાનદાર પરફોર્મન્સ કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિન્દ્ર જાડેજાને શુભકામના પાઠવી છે. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા એ પણ રવિન્દ્ર જાડેજા નું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થતાં ખુશી વ્યક્ત કરી છે. વધુમાં જણાવ્યું કે રવિન્દ્ર જાડેજાએ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે. રવીન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વનડે અને 42 ટી 20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાંજ જાડેજાએ વર્લ્ડકપ 2019ના સેમિફાઇનલ મુકાબલામાં 59 બોલમાં 77 રનની ઇનિંગ રમીને લોકોના દિલ જીતી લીધા હતાં. જોકે ધમાકેદાર ઇનિંગ રમ્યા પછી પણ ભારતને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Share This Article