શાકભાજી માર્કેટયાર્ડમાં જોવા મળી ભીડ, લોકડાઉનનો કરવામાં આવ્યો ભંગ

admin
1 Min Read

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર પણ તમામ પ્રયત્ન કરી રહી છે. સાથે આ લોકડાઉનના સમયમાં કોઈ પણ વ્યકિતને જીવન જરુરીયાતની ચીજ વસ્તુની કમી ન સર્જાય અને તમામ લોકોને જીવન જરરિયાતનો સમાન મળી રહે તે માટે કેટલીક શરતોને આધીન છુટછાટ આપવામાં આવી હતી. પરંતુ આ છુટછાટ માટે જે સરકારનાં નિયમો છે, તેનો કેટલીક જગ્યાઓ પર ભંગ થતો જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, મહેસાણામાં અત્યાર સુધી 7 પોઝેટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. તેવામાં કોરોના વાયરસને લઈને લોકોની બેદરકારી સામે આવી હતી. મહેસાણા શાકભાજી માર્કેટમાં લોકોનો ઘસારો વધી રહ્યો છે. મહત્વનું એ છે કે, મહેસાણામાં શાકભાજી માર્કેટયાર્ડમાં સોસિયલ ડિસન્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તો કેટલાક લોકોને જેમ કે કંઈ થયું જ ન હોય તેમ માસ્ક પણ પહેરવાની તસ્દી લેતા નથી. ત્યારે હવે આ મામલે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવશે, એ જોવાનું રહ્યું.

Share This Article