જામનગરમાં સાયકલિંગનું આયોજન

admin
1 Min Read

જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા આજે વહેલી સવારે શહેરની યુવા પેઢીમાં સાયકલિંગથી હેલ્થ અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા આવે તેવા શુભ હેતુસર 100 કિલોમીટર ની સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર માં આજે વહેલી સવારે સાયકલિંગ ક્લબ દ્વારા સુમર ક્લબ પાસે સાયકલ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા શહેર ના યુવાનો માં સાયકલિંગ કરવું કેટલું જરૂરી છે. સાયકલિંગ કરવાથી હેલ્થ સારી રહે છે તેમજ સાયકલિંગ થી ઈંધણની પણ બચત થાય અને પર્યાવરણ ની જાળવણી થાય તે અંગે જાગૃતતા આવે તેવા શુભ હેતુસર શહેરના સુમર ક્લબ પાસેથી સાયકલ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ સાયકલ યાત્રા 100 કિલોમીટર ની હતી જે જામનગર શહેરના સુમેર ક્લબ થી શરૂ થઇ લયારા સુધી અને ત્યાંથી પરત જામનગર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રામાં 64 જેટલા લોકોએ ભાગ લીધો હતો જેમાંથી 56 પુરુષો અને 8 મહિલા સહિત લોકોએ ભાગ લીધો હતો.

Share This Article