
દાહોદના સ્ટેશન રોડ ઉપર સ્ટ્રોમ વોટર લાઈનનું જોડાણનું કામ કરતા રોડ બંધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. દાહોદ
શહેરનો મુખ્યમાર્ગ ગણાતો એવા સ્ટેશન રોડ ઉપર ફરીથી સાઈટમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની પાણીની લાઈનનું
જોડાણ મુખ્ય માર્ગ ઉપર આવતું હોવાના કારણે સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ યોજનાના હેઠળ ચાલતું કામ માટે બસ સ્ટેશન રોડ તરફ
જવાનો એક તરફનો મુખ્યમાર્ગ બંધ કરાતા અવર જવર માટે એક બાજુનો રસ્તો ચાલ્લુ રહેતા ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા
ત્યારે ધમ ધકતા તાપમાં વાહન ચાલકોને સેકાવાનો વારો આવ્યો હતો ત્યારે સાંજ સુધી આ રસ્તો ફરીથી રાબેતા મુજબ ચાલ્લુ
કરાયો હતો
