સુરત-મોરાભાગળમાં ઝૂપડાનું ડિમોલીશન હાથ ધરાયું

Subham Bhatt
1 Min Read

સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનમાં મોરા ભાગળના રોડ નજીક આવેલા ઝૂપડાનું આજે ચુસ્તપોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન હાથ ધરાયું હતું. બે દિવસ પહેલા પાલિકા તંત્ર આ ઝૂપડાનુંડિમોલીશન કરવા પહોંચી ત્યારે ભારે વિરોધ કરવામા આવતા ડિમોલીશનની કામગીરી અટકાવીદીધી હતી. આજે ફરીથી ઘર્ષણ ન થાય તે માટે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીનેડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોનો વિરોધ વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલીહતી.લોકોએ કહ્યું કે, અગાઉ અમને લેખિતમાં અપાયેલું કે તમારા ઘર દૂર નહી કરાય છતાં અમનેઘર વિહોણા કરાયા છે. પાલિકાના રાંદેર ઝોનમાં મોરા ભાગળ ખાતે વર્ષોથી નડતર રૂપ કાચા-પાકા 15થી 20 ઝૂપડા આવ્યા છે.

Demolition of huts was carried out in Surat-Morabhagal

આ ઝૂપડાને દૂર કરવા માટે પાલિકાએ અગાઉ કામગીરી કરી હતી.પરંતુ લોકોના વિરોધના કારણે કામગીરી અટકી પડી હતી. બે દિવસ પહેલાં પણ પાલિકા એડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી પરંતુ પાલિકાની ટીમ સામે સ્થાનિકોએ ભારે વિરોધ કરતાં
ડિમોલીશનની કામગીરી પડતી મુકવામાં આવી હતી. ઝૂપડા વાળા સ્ટે લાવી શકે તેવી શક્યતાહોવાથી પાલિકા આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે ઝૂપડાના ડિમોલીશન કરવા માટે પહોંચી ગઈહતી.પાલિકા કામગીરી કરે તે પહેલાં જ સ્થાનિકોએ ફરીથી હોબાળો મચાવ્યો હતો. પરંતુ,ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી વધુ વિરાધ થયો નહોતો. સ્થાનિકોનો વિરોધ વચ્ચે પાલિકાએ ડિમોલીશનની કામગીરી હાથ ધરી છે.

Share This Article