પંચમહાલ-પાવાગઢની શાળામાં સેટેલાઈટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

Subham Bhatt
2 Min Read

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ શ્રી વિજય વલ્લભ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે કોમ્યુનિટીસાયન્સ સેન્ટર વડોદરા દ્વારા નવીન સેટેલાઈટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ બુધવારના રોજરાખવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિડો. કે.બી. કથીરિયા, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, અને વડોદરા કોમ્યુનિટીસાયન્સ સેન્ટરના ચેરમેન પદ્મશ્રી મુની મહેતાએ વિશેષ હાજરી આપી હતી જ્યારે સ્કૂલના નવીનસેટેલાઈટ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના આર્શીવાદ પાઠવી કાર્યક્રમની શોભા વધારવા માટે પરમપૂજ્ય કાર્યસક્ષ આચાર્ય શ્રીમદ્ ભગવત ચંદ્રસુરી મહારાજ, પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદવિજય ધર્મધુરંધરસુરી મહારાજ, પરમ પૂજ્ય તત્વચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય વિદ્યુતરત્નસુરીમહારાજ, પરમ પૂજ્ય પર્વતક શ્રી વિનોદભાઈ મ.સા., સેવાભાવી મુનિ શ્રી પૂર્ણચંદ્ર વિજયજી મ.સા.આદિઠાણા, સહિત એમ.એસ.યુનિવર્સિટીનીના પૂર્વ સેનેટર દીપકભાઈ શાહ, વહો વિશ્વામિત્રી અભિયાનના રાજુભાઈ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.

Satellite Center inaugurated at Panchmahal-Pavagadh School

જેમાં શ્રી વિજય વલ્લભ ઇંગ્લીશ મીડીયમસ્કૂલના નવીન સેટેલાઇટ સેન્ટરનું કુલપતિ કે.બી.કથીરિયા અને ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર
સહિત સંતશ્રીઓના વરદ હસ્તે રિબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે સંતશ્રીઓએ વિવિધધાર્મિક શ્લોકના ઉચ્ચારણ કરી કાર્યક્રમને શાનદાર બનાવ્યો હતો જ્યારે કાર્યક્રમના નિમંત્રક અનેસંચાલક તરીકે શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ પાવાગઢના પ્રમુખ સુરેશભાઈ રાજાવત, ટ્રસ્ટી અનેકન્વીનર દીપક શાહ અને મંત્રી દિનેશ કોઠારી સહિત કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરીખડે પગે સેવા બજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જ્યારે કાર્યક્રમમાં શ્રી વિજય વલ્લભ ઇંગ્લીશમીડીયમ સ્કુલની બાલિકાઓએ અદભુત સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્ર મુગ્ધ કરતા સૌ કોઈએ તેઓની કલાને બિરદાવી તાળીઓથી વધાવી લીધી હતી.

Share This Article