ધરોઈ ડેમમાં નવા નીરની આવક શરુ

admin
1 Min Read

રાજસ્થાનના ઉદેપુર અને સાબરકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી.ડેમની સપાટી 4.45 ફૂટ વધતાં ડેમમાં 350 અબજ લિટર નવું પાણી ઉમેરાયું હતું.આ પાણી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને 74 દિવસ સુધી પુરૂ પાડી શકાય તેટલું છે.ધરોઇ ડેમમાં નવા નીર આવતાં જળસંકટ ટળ્યું છે. ત્યારે ધરોઇ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર હરપાલસિંહ રાઓલ અને વાવ સબડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેર સંદિપભાઇ પટેલે ગુરૂવાર સવારે ધરોઇ ડેમમાં આવેલા નવા નીરને વંદન કરી મેઘરાજાનો આભાર માન્યો હતો.

Share This Article