વંથલીમાં જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ

admin
1 Min Read

જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા વંથલી તાલુકાના ગ્રામ વિસ્તારોમાં જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે, દેશભરમાં કોરોનાની મહામારીને લઈને હાહાકાર મચ્યો છે.  ત્યારે સમગ્ર ગુજરાતના પરપ્રાંતીય મજૂરોની હાલત દયનીય બની છે.  ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ આવા લોકોની વહારે આવી છે.  

ત્યારે જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ  અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા વંથલીના થાણાપિપળી,  નગડિયા, વસપડા,  ગામે 300  જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ડિસ્ટ્રિક્ટ જજ  રીઝવનાબેન બુખારી તેમજ મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં પણ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ જરૂરિયાત મુજબ રાશનકીટનું  વિતરણ કરવામાં આવશે. આ તકે જૂનાગઢ આસી. કમિશ્નર પ્રફુલભાઇ કનેરીયા,  વંથલી મામલતદાર કે.કે. પડિયા,  તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

 

Share This Article