પંચમહાલના બાસ્કા ગામેથી જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂનો ઝડપી પાડયો. પંચમહાલ જિલ્લાના ગોધરા શાખાની એલસીબી પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના બાસ્કા ગામે નદી ફળિયામાં રહેતો વિજય ભાઈ દેવાભાઈ જાદવ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે
જે બાતમીના આધારે એલ.સી.બી પોલીસે બાસ્કા ગામે નદી ફળિયામાં રહેતા વિજય જાધવ ના ઘરે છાપો મારી ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના કવોટરીયા નંગ ૪૩૨ જેની કિંમત ૪૩,૨૦૦/- રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો જેમાં પોલીસની રેડ દરમિયાન વિજય જાદવ ઘરે હાજર ન મળી આવતા એલીસિબી પોલીસ હાલોલ રૂરલ પોલીસ મથકે વિજય જાદવ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગૂનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.