સુરત સિવિલમાં દર્દીઓના વોર્ડમાં રાત્રે કૂતરા રાઉન્ડ મારે છે

Subham Bhatt
2 Min Read

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે અનેક બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે.તેના કારણે વિવાદો ઊભા થતા રહે છે. ત્યારે હોસ્પિટલના બીજા માળે હરણ્યા અને પ્રોસ્ટેટનીસારવારના વોર્ડમાં રાત્રે શ્વાન પ્રેવેશી ગયો હતો. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ બેડના નીચેબિન્દાસ્ત રીતે શ્વાન ફરતો દેખાય છે. મોટાભાગના દર્દીઓને સારવાર માટે ડ્રેસિંગ પણ કરેલું હોયછે. આવા સારવાર લેવા માટે આવેલા દર્દીઓને જો શ્વાન કરડી જાય અથવા તો કોઈ નાનું બાળકત્યાં હોય તો તેને માટે પણ જોખમ સાબિત થઈ શકે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, શ્વાન વોર્ડમાંફરી રહ્યા હોવા છતાં સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે, દરેક વોર્ડમાં ગાર્ડ છે એટલે શ્વાનને પ્રવેશવા દેવાતાનથી તેવું કહ્યું છે. સિવિલના વોર્ડમાં શ્વાન પ્રવેશીને આંટા મારી રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થઈ  રહ્યો છે.

 

જેમાં હદ તો ત્યારે થઇ Dogs kill rounds at night in patients ward in Surat Civilકે, નર્સિંગ સ્ટાફ પણ કૂતરાને વોર્ડમાંથી બહાર કાઢવાની તસ્દી નથીલઈ રહ્યાં.સિવિલ હોસ્પિટલમાં દરવાજે સિક્યુરિટી ગાર્ડ છે. છતાં શ્વાન વોર્ડમાં ઘુસી ગયો. ખરેખરયોગ્ય બાબત નથી. વીડિયો ઉતારનાર જ્યારે ત્યાં કામ કરતા વોર્ડબોયને પૂછે છે કે, આવી જ રીતેશ્વાન ઘૂસી આવે છે. તો તે ઈશારો કરીને માથું હલાવીને હા કહે છે. ભૂતકાળમાં પણ પીએમ રૂમમાંથીકુતરાઓ માંસનો ટૂકડો લઈને બહાર જતા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આબાબતે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરને પૂછવામાં આવ્યું તો જાણેતેમને આ બાબતને કોઈ જાણ જ ન હોય અને એકદમ સહજતાથી જવાબ આપી દીધો કે, વોર્ડમાંશ્વાન ન આવી શકે. અમે દરેક વોર્ડમાં ગાર્ડ રાખ્યા છે. તેઓ શ્વાનને અંદર આવવા દેતા નથી. જોકેવાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, શ્વાન વોર્ડમાં બિન્દાસ્ત રીતે ફરી રહ્યું છે અને તંત્રની બેદરકારી છતી થઈ રહી છે.

Share This Article