સુરત- JCBનું ટાયર ફાટતાં સફાઈ કર્મચારીનું મોત,

Subham Bhatt
1 Min Read

સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટયું હતું. જેથી પાલિકામાંસફાઈ કર્મચારી તરિકે નિયુક્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. સફાઈ કર્મચારીના મોતને પગલેપરિવારે ભારે આક્ષેપ કર્યા હતાં. 3 મહિના પહેલાં જ લગ્નજીવનની શરૂઆત કરનાર શૈલેષસોનવાડિયાના પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, સફાઈ કર્મચારી તરિકે નિયુક્તિ થઈ હોવા છતાંવાહનોના પંચર અને રિપેરિંગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની લાપરવાહીથીમોત થયું છે. 2017માં પાલિકાના કાયમી સફાઈ કર્મચારી તરિકે શૈલેષ સોનવાડિયાની નિયુક્તિ થઈ હતી. શૈલેષ સોનવાડિયાની ખજોદ ડિસપોઝલ સાઈટ પર નિમણૂક થઈ હતી.

Surat- JCB tire rupture kills cleaning worker,

ત્યારે ગત 13મીએજન્મદિવસની ઉજવણી કરનાર શૈલેષનું અચાનક JCBનું ટાયર ફાટતા મોત નીપજ્યું હતું. જેથીમૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.શૈલેષના મોતને લઈને પરિવારના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. શૈલેષનીબહેને પાલિકા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, શૈલેષની નિમણૂક સફાઈ કામદાર તરિકે થઈ હોવાછતાં તેની પાસે અન્ય વિભાગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની બેદરકારીનાકારણે માર ભાઈનું મોત થયું છે. જેથી જવાબદાર સામે યોગ્ય પગલા લઈને અમને ન્યાય અપાવવામાં આવે એ જ અમારી માગ છે.

Share This Article