સાબરકાંઠા-જિલ્લામાં પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ સુધી ચાલશે

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સેમી પાણી પીવા માટે પાણી પુરવઠાવપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે બીજી તરફ નર્મદાનાપાણીની માંગણી કરી પરંતુ હજી શરુ થયું નથી તો પાણી પુરવઠા વિભાગ અગામી દિવસમાંમોટરો મુકીને પાણી લેવું પડી શકે છે. સાબરકાંઠા જીલ્લામાં સાત જેટલા જળાશય આવેલા છેઅને એમાં પણ હાથમતી અને ગુહાઈ જળાશય મહત્વના છે ત્યારે ગત ચોમાસામાં ઓછાવરસાદને લઈને ગુહાઈ જળાશય ઓછો ભરાયો હતો. તો હાથમતીમાં સારું પાણી આવ્યું હતું.ગુહાઈ જળાશયમાં ઓછુ પાણી હોવાને લઈને ખેતીમાં પાણી આપ્યું ન હતું તો હાથમતી જળાશયમાંથી શિયાળુ ખેતી માટે ખેડૂતોને પાચ પાણ આપ્યા હતા.

Drinking water in Sabarkantha district will now run for only 30 days

હવે બંને જળાશયમાં માત્રપીવાના પાણી આપી શકાય તેટલું પાણી હતું. હાથમતી જળાશયમાંથી ભિલોડાના ગામડાઓનેપાણી આપવામાં આવે છે જયારે ગુહાઈ જળાશયમાંથી હિમતનગર તાલુકાના ૨૫, ઈડરના ૧૭ગામોને ઉપરાંત હિમતનગર શહેરને પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે દરરોજ પાણીપુરવઠા વિભાગ ધ્વારા બે સેમી પાણી લેવામાં આવે છે.એટલે કે મહિનાનું ૫૦ હજાર કિલોલીટર અને દરરોજનું ૧૭૦૦ કિલો લીટર પાણી ગામડાઓ અને શહેરને આપવામાં આવેછે.હાલમાં ગુહાઈ જળાશયમાં ૭.૬ ટકા પાણી છે તો હાલમાં ૧૬૩.૮૩ મીટર સપાટી છે જે ૨૦દિવસ વપરાશને લઈને બાદ ૧૬૩.૪૩ થશે  ત્યાર બાદ પાણી વેલ બહાર તરાપા મુકીને મોટરથી પાણી લેવું પડી શકે છે.

Share This Article