કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા

admin
1 Min Read

વાવાઝોડા ‘ક્યાર’ અને ‘મહા’ને કારણે તેમજ પાછોતરા ચોમાસાના કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે રાધનપુર ખાતે સાથલી ગામના ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં સાથલી ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેને કારણે નુકશાન વેઠવું પડ્યું છે અને વાવેતર થઇ શકે તેમ નથી. પાણીનો તાત્કાલિક નિકાલ કરવામ મતે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. તમને જણાવી દઈએ કે કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, માવઠાની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હાલ રાજ્ય સરકારે 4 વીમા કંપનીઓ સાથે ચર્ચા કરી છે અને ખેડૂતોને નુકસાનીના વળતર મુદ્દે સૂચના આપવામાં આવી છે. ગુજરાત પર મેઘરાજાની અસિમ કૃપા રહી હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદ પડ્યો છે. માવઠાની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો તરફથી વીમા કવચ માટે 1.57 લાખ જેટલી અરજીઓ મળી છે. 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે.

 

Share This Article