ધાંગધ્રામાં વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ

admin
1 Min Read

અરબી સમુદ્રમાં બનેલુ મહા વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ધીમે ધીમે ટળતુ નજરે પડી રહ્યું છે. જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રનાં દરિયાકિનારે ત્રાટકશે નહીં. જોકે રાજ્યના વાતાવરણમાં આની અસર જોવા મળી રહી છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવતા કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરુ થયો હતો. ભારે પવન સાથે ત્રાટકેલ  વરસાદના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વાહન ચાલકોએ અચાનક વરસાદી વાતાવરણ સર્જાતા મુશ્કેલી પડી હતી. ધ્રાંગધ્રાના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થતાં કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું.  આપને જણાવી દઈએ કે, ખેડૂતો પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

Share This Article