ચુડા મામલતદારને ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

admin
1 Min Read

રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે કેટલાક ભાગોમાં અતિવૃષ્ટી થતાં ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકશાન થયું છે. ત્યારે અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ બનતા તેમની હાલત કફોડી બની છે. જેના પગલે સુરેન્દ્રનગરના ચુડા સહિત તાલુકાના ખેડૂતોએ આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આશરે 200 જેટલા ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી વીમા કંપનીઓને ઝડપથી વીમો ચુકવવા માટેની રજુઆત કરી છે. ખેતરો વરસાદી પાણીથી ધોવાઈ જતા ખેડૂતોનો મહામુલો પાક નિષ્ફળ બની ગયો છે અને ખેતરોનું પણ ધોવાણ થયું છે. ખેડૂતોએ ચુડા મામલતદારને આવેદનપત્ર આપી ખેતરોમાં થયેલ ધોવાણ અને પાકનું વળતર ઝડપથી ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ આવેદનપત્રમાં ખેડૂતોની જમીનનું ત્વરિત પાણી પત્રક અને ૨૦૧૯- ૨૦ ના ખરીફ પાકની વિગતનું કરાવવાની વ્યવસ્થા કરવી સહિત પાક વીમા સિવાયના ખેડૂતોને નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવા માટે રજૂઆત કરી હતી.

Share This Article