જુનાગઢ-માંગરોળ પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજાઇ

Subham Bhatt
2 Min Read

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ ના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
યોજવામાં આવેલ હતી. શહેર માં ક્યાંય પણ અશાંતિ ફેલાવા જેવી વાત ધ્યાને આવે તો તુરંત પોલીસનો
સંપર્ક કરવા લોકોને અપીલ કરાઈ હતી. શહેરની તમામ જનતાને સંયમ અને શાંતિ જાળવી રાખવા
અપીલ કરી છે તેમજ સોશ્યલ મીડિયા પર કોઈ અફવા કે મેસેજ પર ધ્યાન ના આપવા જણાવ્યું છે.
માંગરોળ શહેરમાં થોડાક દિવસો અગાઉ સોશ્યિલ મીડિયા પર એક બીજા ના ધર્મની લાગણી દુભાય એવી
પોસ્ટ સોશ્યિલ મીડિયા પર ઇંસ્ટાગ્રામ માં પોસ્ટ કરવામાં આવી હતી અને પોસ્ટ શેર કરવામાં આવી હતી
જેને લઈ કુલ પાંચ યુવાનો સામે બે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી હતી માંગરોળ પોલીસ
સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લીમ આગેવાનોની હાજરી વચ્ચે શાંતિ સમિતિની બેઠકો પણ યોજાઈ હતી જેમાં
સામાજિક, રાજકીય, વેપારી અગ્રણીઓએ એક સુરમાં જ કોમી એકતા અને ભાઈચારાની પોલીસને
ખાતરી આપી હતી.

Flag march was organized by Junagadh-Mangrol police

વળી, પોલીસે પણ અશાંતિ ફેલાવનાર અને ખોટી અફવાઓ પ્રસરાવનાર સામે કડક
માં કડક પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી હતીમાંગરોળ પોલીસ દ્વારા કોઈપણ વ્યક્તિ  લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ સોશ્યિલ મીડિયામાંક્યાંય પણ વાઇરલ કે શેર  કરશે તો તેમની સામે કડક મા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવી
પોસ્ટ શેર કરનારની માહિતી પોલીસને આપી લોકોએ પણ પોલીસને સહકાર આપવા માંગરોળ પોલીસ
દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતુંમાંગરોળ પોલીસ દ્વારા તહેવારો અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ડીવાયએસપી કોડીયાતર સાહેબની આગેવાની મા પીએસઆઇ પરમાર સાહેબ,પી એસ આઈ ચાવડા સહિત અધિકારીઓ સાથે રહીનેપોલીસ કાફલા સાથે શહેરના જેઇલરોડ,લીમડાચોક,કાપડ બજાર,દુધ બજાર,ગુલઝારચોક,બહારકોટ,જુના બસ સ્ટેશન,ટ્રાંફિક પોઈટ,ટાવરરોડ, બંદરરોડ, મચ્છીપીઠ,સહિતના શહેર ના અલગઅલગ મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને હાલ માંગરોળ પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છેશહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે માંગરોળ પોલીસ દ્વારા લોકોને પણ પોલીસને સહકાર આપવા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા

Share This Article