છેલ્લા 2 વર્ષ થી રેલ્વે વ્યવહાર બંધ

admin
2 Min Read

બહુચરાજી રેલ્વે સ્ટેશન એ ગાયકવાડ સરકારની આપેલી ભેટ છે. ગાયકવાડ સરકાર વખતનું રેલ્વે સ્ટેશન અત્યાર સુધી મીટર ગેજ લાઇનથી જોડાયેલું હતું. બહુચરાજી એ એક શક્તિપીઠ હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં માઇ ભક્તો બહુચરના દર્શનાર્થે પધારતા હોય છે. આ શ્રધ્ધાળુઓ મોટે ભાગે જ્યારે રેલ્વે વ્યવહાર ચાલુ હતો ત્યારે રેલ્વે મુસાફરીને વધુ પસંદ કરતાં હતાં. તેનું કારણ એ હતું કે સસ્તી અને સલામતી વાળી મુસાફરી કરી અમદાવાદ જેવા વિસ્તારથી માત્ર 19 રૂપિયામાં બહુચરાજી પહોંચી અને માતાજીના દર્શનનો લાભ લઇ શકતા હતા. આમ બહુચરાજી એક વહેપારી મથક અને યાત્રાધામ હોવાથી લાખોની આવક પણ રેલ્વે તંત્રને થતી હતી. આમ રેલ્વે તંત્ર દ્વારા પૂનમ જેવા દિવસોમાં સ્પેશિયલ ટ્રેન પણ દોડાવી વધારાની આવક પણ રેલ્વે ચૂકતું ન હતું. પરંતુ જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મીટર ગેજમાંથી બ્રોડગેજ કરવાના ચક્કરમાં યાત્રિકો અને સ્થાનિકોની મુશ્કેલીઓ ચોક્કસથી વધી છે પણ આ બે વર્ષમાં રેલ્વે વ્યવહાર બંધ થતાં રેલ્વેને પણ કરોડોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. બહુચરાજી શક્તિપીઠ ની સાથે સાથે એક મોટું વહેપારી મથક તેમજ બહુચરાજી થી 2 કિમિના અંતરે મારુતિ તેમજ હોન્ડા જેવી જાયન્ટ કંપની પણ સ્થપાઈ છે. આથી રેલ્વે વ્યવહાર બ્રોડગેજના બહાના હેઠળ બંદ કરતા આ કંપનીઓ ને ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા છીનવતા મોટા ટર્બાનું અવરજવર વધી છે. આથી અકસ્માતની પણ શક્યતા વધી છે. હાલ રેલ્વેનું નવીનીકરણનું કામ ખોરવતા રેલ્વે ટ્રેક પર બાવળો એ સામ્રાજ્ય જમાવેલું જોવા મળી રહ્યું છે. રેલ્વે વ્યવહાર 2 વર્ષ બંધ કરાતા યાત્રિકો તેમજ સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહયો છે. સ્થાનિકો એવું પણ જણાવી રહ્યા છે કે ખરેખરમાં જો બહુચરાજી યાત્રાધામનો જો વિકાસ ચાલુ સરકારે કરવો હોય તો બ્રોડગેજનું સત્વરે કામ ચાલુ કરવું જોઈએ એવી માંગ પણ ઉઠી છે.

Share This Article